નર્મદા : નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાને આવ્યું રડવું, જુઓ શું છે કારણ

Update: 2020-11-25 10:50 GMT

રાજયસભાના સાંસદ અહમદ પટેલના નિધનથી સમગ્ર દેશ દુખી થયો છે ત્યારે નર્મદાની નાંદોદ વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય પી.ડી.વસાવા ધ્રુસકેને ધ્રુસકે રડી પડયાં હતાં.

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા હમદ પટેલનું કોરોનાની સારવાર દરમિયાન ગુરુગ્રામની વેદાંતા હોસ્પિટલમાં 25મીએ વહેલી સવારે નિધન થતા એમના સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ છે.વર્ષોથી એમની સાથે અડીખમ રહેલા નાંદોદના કોંગ્રેસ MLA પી.ડી.વસાવા એહમદ પટેલના નિધનના સમાચારથી ચોધાર આંસુએ રડી પડ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, અહમદ પટેલ હમેશા ગરીબોના હમદર્દ રહ્યા હતા.એમણે પોતાનું જીવન ગરીબોની સેવા અને કોંગ્રેસ માટે સમર્પિત કર્યું હતું.

તેમની ઓફીસમાં સામાન્ય માનવી પોતાની રજૂઆતો લઈને રડતી આંખે જાય તો એ હસતો હસતો બહાર નીકળતો હતો.કોઈ પણ કામ લઈને જાવ પણ એમના મોઢા માંથી મેં "ના" શબ્દ કોઈ દિવસ સાંભળ્યો નથી.પી.ડી.વસાવાએ રડતી આંખોએ વધુમાં જણાવ્યું હતું કે 1000 લોકોનું ટોળું હોય એમાંથી મને તેઓ "પી.ડી" એવા સ્નેહભર્યા શબ્દોથી મને બોલાવતા, હવે એમના મોઢે હું એવા પ્રેમભર્યા શબ્દો ક્યારે સાંભળીશ. તેઓ નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા વાંદરી ગામને દત્તક લઈ વિકાસ કરી ગામને નંદનવન બનાવી જતા રહ્યા છે.વાંદરી ગામ લોકો પણ ખૂબ દુઃખી થયા છે, ગામ લોકોએ એહમદ પટેલને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી એક દિવસનો શોક પણ પાળ્યો છે.

Tags:    

Similar News