આજે ‘રાષ્ટ્રીય પર્યટન દિવસ’ ભારતની મુલાકાતમાં બાંગ્લાદેશના પર્યટકો અવ્વલ

Update: 2021-01-25 08:12 GMT

ભારત દેશ અદભૂત પર્યટક સ્થળોના કારણે સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે.ભારતના ગૌરવશાળી ઈતિહાસ, સાંસ્કૃતિક અને ભૌગોલિક વિવિધતાની ઝલક માણવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશી પર્યટકો ભારતની મુલાકાત લે છે. આજ કારણે ભારત સરકારે દેશની અર્થવ્યવસ્થામાં પર્યટનના મહત્વ અંગે જાગૃતતા વધારવા માટે 25 જાન્યુઆરીના રોજ ‘રાષ્ટ્રીય પર્યટન દિવસ’ ઉજવવાનો નિર્ણય કર્યો. ભારતની અર્થવ્યવસ્થમાં પર્યટનનો મહત્વનો ફાળો છે.

વર્લ્ડ ટ્રાવેલ અને ટુરિઝમ કાઉન્સિલની ગણતરી પ્રમાણે વર્ષ 2018માં પર્યટન દ્વારા 16.91 લાખ કરોડની આવક થઈ હતી. જે ભારતની GDPનો 9.2% છે. જો કે હવે 2028 સુધી 6.9%ના વાર્ષિક દરે 32.05 લાખ કરોડની આવકનું લક્ષ્યાંક રાખ્યું છે.

Tags:    

Similar News