નવસારી : ભંગારની દુકાનમાં લાગેલી આગનો રેલો પહોચ્યો ફર્નિચરના ગોડાઉનમાં, જુઓ પછી શું થયું..!

Update: 2021-02-27 05:11 GMT

છેલ્લા કેટલાક વર્ષોથી નવસારી જીલ્લાના જીઆઇડીસી વિસ્તારમાં આગના બનાવો વધુ પ્રમાણમાં બની રહ્યા છે, ત્યારે ગત મોડી રાત્રીના અરસામાં બારડોલી માર્ગ પર આવેલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે નં. 48ના ગ્રીડ પાસે નવસારીથી બારડોલી જતા માર્ગ પર આવેલ ભંગારની દુકાનમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી, ત્યારે બાજુમાં અડીને આવેલા બાયર ફોક્ષ ફર્નિચરના ગોડાઉનમાં આ આગનો રેલો પહોચતા તમામ ફર્નિચર બળીને સ્વાહા થઈ ગયું હતું. બનાવની જાણ થતાં જ નવસારીના ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

જેમાં 7 જેટલા વોટર બાઉઝરની મદદથી લગભગ દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો, ત્યારે લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે ફર્નિચરની દુકાનમાં રહેલ તમામ ફર્નિચર બળીને ખાખ થઈ જતા આશરે 30થી 35 લાખ રૂપિયાના માલ સામાનને નુકશાન થયું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. બનાવના પગલે ઘટના સ્થળે કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે ગ્રામ્ય પોલીસે આજુબાજુના વિસ્તારમાં અવાર જવર બંધ કરી હતી.

Tags:    

Similar News