નવસારી: સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધીને ગુજરાતમાંથી ચૂંટણી લડવા પડકાર ફેંક્યો,જુઓચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ પર પ્રહાર

Update: 2021-02-16 12:11 GMT

નવસારી જિલ્લાના ટ્રાયબલ વિસ્તારમાં ભાજપાનાં સ્ટાર પ્રચારક અને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઝંઝાવતી પ્રચાર કર્યો હતો અને જાહેર સભામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

ચૂંટણી પ્રચારએ મતદારોને મનાવવાનુ અમોધ હથિયાર સાબિત થતું હોય છે જેના માટે રાજકીય પક્ષો ઝંઝાવતી બેટિંગ કરતા સ્ટાર પ્રચારકને મેદાને ઉતારતા હોય છે નવસારી જિલ્લા ભાજપમાં વાંસદા તાલુકો ખેરગામ તાલુકો અને ચીખલી તાલુકોએ આદિવાસી પંથક સાથે કોંગ્રેસનો ગઢ ગણાય છે એ ગઢને તોડવા ભાજપે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીને આજરોજ મેદાનમાં ઉતાર્યા હતા ત્યારે સ્મૃતિ ઈરાનીએ જાહેર સભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા તેઓએ ભાજપ આપત્તિના સમયે ગરીબોની બેલી રહી છે, કોરોના હોય કે રેલ હોય ભાજપએ ખડેપગે સેવા આપી પ્રજાના દિલ જીત્યા છે જ્યારે કોંગ્રેસ રેલમાં રિસોર્ટમાં મજા કરી રહી હતી શિટના આક્ષેપ તેઓએ કોંગ્રેસ પર કર્યા હતા તો સાથે આસામમાં રાહુલ ગાંધીની ગુજરાતી વેપારીઓ વિરુદ્ધની ટિપ્પણી યાદ કરી રાહુલને ગુજરાતમાં જાતે ચૂંટણી લડવા પડકાર ફેંક્યો હતો.

Tags:    

Similar News