NCTના ૫૦ જેટલા કામદારોએ વેતન મુદ્દે કર્યા ધરણાં.

Update: 2019-04-13 14:59 GMT

નાની-મોટી બાબતે મેનેજમેન્ટ દ્વારા ખોટી હેરાનગતિ કરાતી હોવાની પણ કર્મચારીઓ દ્વારા રજુઆત

ઉપવાસ અને દેખાવો કરી રહેલા કર્મચારીઓ જણાવે છે કે જો યોગ્ય નહિ કરવામાં આવે તો વધુ ઉગ્ર આદોલન કરવામાં આવશે.

નર્મદા ક્લીન ટેંક ઉમરવાડા રોડ અંકલેશ્વર ભરૂચ મુકામે વેસ્ટ વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલ છે.આ પ્લાન્ટમાં ૧૩ થી ૧૫ જેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પ્રથામાં નીચા પગારમાં કામ કરી રહ્યા છે. આશરે ૫ થી ૧૦ વર્ષથી નોકરી કરતાં કર્મચારીઓ નિષ્ઠા પૂર્વક કામ કરી રહ્યા છે.ત્યારે તેઓએ આધુનિક મોંઘવારીના જમાનામાં પગારની માંગણી મેનેજમેન્ટને કરેલ છે. આ ઉપરાંત નાની-મોટી બાબતે મેનેજમેન્ટ દ્વારા ખોટી હેરાનગતિ કરાતી હોવાની પણ કર્મચારીઓ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

આ અંગે ઉપવાસ અને દેખાવો કરી રહેલા કર્મચારીઓ જણાવે છે કે જો યોગ્ય નહિ કરવામાં આવે તો વધુ ઉગ્ર આદોલન કરવામાં આવશે. . અન્ય વધારે કર્મચારીઓ હડતાળ માં જોડાવવા માંગે છે જેમને પ્લાન્ટ ની અંદર ગર્ભિત ધમકીઓ આપી રોકી રાખવામાં આવ્યા છે એવી હકીકત પણ બહાર આવી છે. જો આ હડતાળ વધારે વેગ પકડશે તો ઔદ્યોગો ના ઉત્પાદન પર અસર પડશે. જો કે રાજકીય આગેવાનોએ મધ્યસ્થી ના પ્રયાસ કર્યા ના સમાચાર મળ્યા છે. જો કે હજુ સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.

Tags:    

Similar News