ભરૂચ : નેત્રંગ પોલીસે મહારાષ્ટ્ર રાજ્યના મુસાફરોને ભોજન કરાવી વતન રવાના કયૉ

Update: 2020-03-26 12:53 GMT

મામલતદાર,પોલીસતંત્ર,આરોગ્ય વિભાગના કમૅચારીઓ ખડેપગે તૈયાર

પ્રાપ્ત માહિતી મુજબ વૈશ્વિક મહામારીના પગલે ભારત સરકાર ધ્વારા સમગ્ર દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યો છે અને કલમ ૧૪૪નો અમલ કરાવવા અને રહીશો પોતાના ઘરની બહાર નહીં નીકળે,ઘરમાં જ રહે તે માટે સરકારીતંત્ર અથાગ પ્રયત્ન કરી રહ્યા છે.

જેમાં નેત્રંગના બજારમાં જીવનજરૂરીયાતની ચીજવસ્તુની દુકાનો, ધંધા-રોજગાર અને વાહનવ્યવહાર સદતર બંધ રહેતા ડેડીયાપાડા, સાગબારા અને મહારાષ્ટ્ર રાજ્યના મુસાફરો અટવાયા છે,પગદંડીના સહારે પોતાના માદરે વતન જવા મજબુર બન્યા છે,તેમના વ્હારે નેત્રંગ પોલીસ આવી છે, અટવાયેલા મુસાફરોને નેત્રંગ પીએસઆઈ બી.એસ ગામીત અને સાથી પોલીસ કમૅચારીઓએ ભરપેટ ભોજન કરાવી અને વાહનોની સગવડ કરીને પોતાના વતન રવાના કરી માનવતાના દશૅન કરાવ્યા હતા.

જ્યારે નેત્રંગ તાલુકાભરના લોકોની આરોગ્યની સુખાકારી અને સલામતી માટે નેત્રંગ મામલતદાર એલ.આર ચૌધરી,પોલીસતંત્ર,આરોગ્ય વિભાગના કમૅચારીઓ ફરજ બજાવી રહ્યા છે, અને વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી સાવચેતી માટે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી રહ્યા છે.

Similar News