ગાંધીનગર : નવી ટુરીઝમ પોલીસીની જાહેરાત, પ્રવાસીઓને આર્કષવા માટે ટુરીઝમના વિવિધ ક્ષેત્રો વિકસાવાશે

Update: 2021-01-12 10:58 GMT

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ રાજયમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે. પ્રવાસીઓને આર્કષવા માટે રાજયની નવી ટુરીઝમ પોલીસીની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પોલીસીની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પ્રવાસીઓને આર્કષવા માટે ટુરીઝમના વિવિધ ક્ષેત્રો વિકસાવાશે.

મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતની નવી 2021થી 2025 સુધીની નવી પ્રવાસન નીતિની જાહેરાત કરી છે. જેમાં અનેક રાહતો, સહાય અને સબસીડી આપવામાં આવશે. એડવેન્ચર ટુરિઝમ ઇક્વિપમેન્ટ્સ માટે 15% કેપિટલ સબસીડી પ્રદાન કરીને એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન અપાશે. આત્મનિર્ભર ભારતના દૃષ્ટિકોણ સાથે આ નવી પ્રવાસન નીતિમાં વોકલ ફોર લોકલ સહિત સ્થાનિક રોજગારી અને સંતુલિત પ્રાદેશિક વિકાસ પર ભાર મુકવામાં આવ્યો છે. છેલ્લાં 9 વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યા 15% CAGRના દરે વધી છે, જે ભારતના કુલ પ્રવાસીઓની સંખ્યાના 12%ના વૃદ્ધિદરને પણ આંબી ગઈ છે.

6 મહિનાના સમયગાળા માટે દર મહિને ગાઇડદીઠ રૂ. 4000 સુધીની નાણાકીય સહાયતા પ્રદાન કરીને ટુરિસ્ટ ગાઈડ્સ માટે રોજગારીની તકોનું નિર્માણનું આયોજન નવી પોલીસીમાં કરાયું છે. વાર્ષિક રૂ.5 લાખ સુધીની નાણાકીય સહાયતાથી ગ્રામ્ય પ્રવાસન મેળાઓ આયોજિત કરીને ગુજરાતની દેશી સંસ્કૃતિ, નૃત્ય, હેન્ડલૂમ્સ, હસ્તકળા વગેરેને પ્રવાસીઓ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવશે. 20% કેપિટલ સબસીડી સાથે નિર્ધારિત કરેલા હાઈ પ્રાયોરિટી ટુરિઝમ સેન્ટર્સ પર વિવિધ હોટલોની સ્થાપનાને પ્રોત્સાહન આપીને સંતુલિત પ્રાદેશિક વિકાસ સુનિશ્ચિત કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા 15% કેપિટલ સબસીડી અને લીઝ પર જમીન આપીને કન્વેન્શન સેન્ટર્સની સ્થાપના માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટના આયોજન પર ભાર મુકાયો છે.

Tags:    

Similar News