પાવી જેતપુર : ઉમરવા ગામ ખાતે દીપડાનો ઘાતક હુમલો. બાળકનું મોત

Update: 2020-08-04 08:29 GMT

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાનાં ઉમરવા ગામે દીપડાએ એક પાંચ વર્ષીય બાળક પર ઘાતક હુમલો કર્યો હતો. દીપડાના આ હુમલામાં બાળકનું મૃત્યુ થયું છે. બાળક સાંજના સમયે ઘરના આંગણામાં રમી રહ્યો હતો એ દરમિયાન અચાનક દીપડો ત્રાટકી આવ્યો હતો અને હુમલો કર્યો હતો. બાળકને બચાવવા જતાં પિતા પણ હુમલામાં ઇજાગ્રસ્ત થયા હતા. મૃત્યુ પામનાર બાળકનું નામ વંશ અશોક રાઠવા છે. બાળકના મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.

Tags:    

Similar News