દેશના પ્રમાણિક કરદાતાઓ માટે નવા પ્લેટફોર્મ ઓનરિંગ ધ ઓનેસ્ટનો પ્રારંભ કરાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Update: 2020-08-13 06:33 GMT

દેશમાં ગુરૂવારના રોજથી ઓનરીંગ ધ ઓનેસ્ટ પ્લેટફોર્મનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. દેશના કરદાતાઓ માટે આ નવા દાયકાનું અનોખું પ્લેટફોર્મ છે તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.

નવા પ્લેટફોર્મના લોન્ચિંગ અવસરે વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સ સિસ્ટમની શરૂઆત છે, જેમાં ફેસલેસ અસેસમેન્ટ-અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ છે. ફેસલેસ અસેસમેન્ટ અને ટેક્સપેયર ચાર્ટર આજથી જ લાગૂ થઈ ગયા છે. ફેસલેસ અપીલ 25 સપ્ટેમ્બર એટલે કે દીનદયાળ ઉપાધ્યાયનાજન્મ દિવસથી દેશભરમાં લાગુ થઈ જશે.

હાલ દુનિયાના માત્ર ત્રણ દેશ- અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં જ આ લાગુ છે.જેમાં કરદાતાને ઈમાનદાર ગણવા, સમય પર સેવા અને આદેશ પણ ચકાસણીનો સમાવેશ થવા જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ચાર્ટરનો હેતુ ટેક્સપેયર્સની મુશ્કેલી ઓછી કરવાનો છે, અધિકારીઓની જવાબદારી નક્કી કરવાનો છે.

Similar News