PM મોદી અંદમાન નિકોબારની મુલાકાતે, કેટલાક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ કરશે લોન્ચ

Update: 2018-12-30 05:00 GMT

વડાપ્રધાન મોદી આજે બંગાળની ખાડીમાં આવેલ અંદમાન નિકોબાર દ્વીપ સમૂહનો પ્રવાસ કરશે. અહીં વડાપ્રધાન કેટલાક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને કરશે. નિર્ધારિત કાર્યક્રમ અનુસાર મોદી શનિવારે સાંજે જ પોર્ટ બ્લેયર પહોંચી ગયા હતા. રવિવારના રોજ તેઓ કાર નિકોબારમાં આવેલ સુનામી મેમોરિયલની મુલાકો પણ જશે. તેઓ સ્મારક પર માળા અર્પણ કરશે અને વૉલ ઑફ લૉસ્ટ સોલમાં એક મિણબત્તી પણ પ્રગટાવશે.

સુનામી મેમોરિયલની મુલાકાત બાદ તેઓ અરોંગમાં એક ઔદ્યોગિક પ્રશિક્ષણ કેન્દ્રનો પાયો નાખશે. અહીં વડાપ્રધાન મોદી એક જનસભાને પણ સંબોધશે. ત્યારબાદ પોર્ટ બ્લેયરમાં શહીદ સ્તંભ પર પણ પુષ્પ તેમજ માળા અર્પણ કરશે. પીએમ મોદી પોર્ટ બ્લેયરમાં આવેલ સેલ્યુલર જેલની મુલાકાતે પણ જશે. નિશ્ચિત કરેલા કાર્યક્રમ અનુસાર વડાપ્રધાન પોર્ટ બ્લેયરના સાઉથ પોઈન્ટ પર સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ ફરકાવશે.

વડાપ્રધાન મોદી પોર્ટ બ્લેયરના મરીના પાર્કમાં રહેલ સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાને પણ માળા અર્પણ કરશે. ભારતીય ધરતી પર સુભાષ ચંદ્ર બોઝ દ્વારા પહેલી વખત રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યાની ૭૫મી વર્ષગાંઠના અવસર પર નેતાજી સ્ટેડિયમમાં વડાપ્રધાન સ્મારક પોસ્ટ ટિકિટ અને ફર્સ્ટ ડે કવર બહાર પાડશે. આ ઉપરાંત પીએમ મોદી અહીં સાત મેગાવૉટના સોલર પ્લાન્ટ અને સોલર વિલેજનું પણ ઉદ્ઘાટન કરશે.

 

Similar News