PNB બેંકમાં કૌભાંડ આચરીને ડાયમંડ વેપારી વિદેશ ભાગી ગયો

Update: 2018-02-15 05:09 GMT

દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંકનાં કૌભાંડનો આરોપી ડાયમંડ વેપારી નિરવ મોદી દેશ છોડીને ભાગી ગયો છે. નિરવ મોદી એફઆઈઆર નોંધાય તે પહેલા જ દેશ છોડી જતો રહ્યો છે. તે સ્વિત્ઝર્લેન્ડનાં દાવોસમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ED દ્વારા મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ નિરવ મોદી અને અન્ય સામે 280 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ સીબીઆઈએ દાખલ કરેલી ફરિયાદનાં આધારે કરવામાં આવ્યો છે.

પંજાબ નેશનલ બેન્ક (PNB)માં દેશના બેન્કિંગ ઉદ્યોગની સૌથી મોટી 177.17 કરોડ ડોલર એટલે કે 11,356 કરોડ રૂપિયાની છેતરપિંડીનો બુધવારે પર્દાફાશ થયો હતો. જે માંથી 2000 કરોડ નિરવ મોદી અને 9000 કરોડ મેહુલ ચોકસીએ લીધા હતા. છેતરપિંડી થી બિનઅધિકૃત રીતે ટ્રાન્જેક્શનનું આ કૌભાંડ મુંબઇની બ્રેડી હાઉસ બ્રાન્ચ માંથી થયું. જેમાં કેટલાક ખાસ ખાતેદારોને લાભ પહોંચાડવામાં આવ્યો હતો. બેંક આ મામલે ગુજરાતી ડાયમંડ મર્ચન્ટ નિરવ મોદી સામે સીબીઆઇમાં ફરિયાદ કરી છે. જેને પગલે ઇડીમાં પણ કેસ નોંધાયો છે.

ગ્લેમર વર્લ્ડમાં નિરવ મોદી જાણીતું નામ છે. 48 વર્ષનાં નિરવ મોદીનાં નામ થી હીરાની બ્રાન્ડ છે. એક સમયે તેઓ ખુદ જ્વેલરી ડિઝાઇન કરવા નહોતા માંગતા પરંતુ પ્રથમ જ્વેલરી ડિઝાઇન કર્યા બાદ ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેમની ડિઝાઇન કરેલી જ્વેલરીની કિંમત કરોડો રૂપિયા હોય છે. નિરવ મોદી ભારતનાં એકમાત્ર જ્વેલરી બ્રાંડના માલિક છે. જેમની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા થાય છે. તેમની ડિઝાઇન કરેલા આભૂષણ હોલીવુડ સેલિબ્રિટીથી લઇ દેશના ધનકુબેરોની પત્નીઓની શરીરની શોભા વધારે છે.

Similar News