ભરૂચ: કોરોનાનો કહેર વધતા વેકસીન લેવા લોકોની લાંબી કતાર

Update: 2021-05-06 07:15 GMT

સમગ્ર દેશ સાથે રાજ્ય અને ભરૂચમાં પણ કોરોનાની બીજી લહેર ઘાતક પુરવાર થઈ રહી છે અને કોરોનાનું સંક્રમણ મોટા પ્રમાણમાં ફેલાય રહ્યું છે. ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા અસરકારક એવી વેકસીન લેવા લોકો દોટ લગાવી રહ્યા છે.

વેકસીનની અછત વચ્ચે ભરૂચ જિલ્લામાં વેકસીનનો જથ્થો આવતા આજે સવારથી જ વેકસીન લેવા લોકોએ લાંબી કતાર લગાવી હતી. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રોટરી હોલ ખાતે વેકસીન લેવા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા જેના પગલે કોરોના સંક્રમણ ફેલાવાનો ભય ઉભો થયો છે. લોકો વેકસીન લેતી વખતે પણ સોશ્યલ ડિસ્ટન્સ જાળવે એ જરૂરી છે અને તંત્ર દ્વારા પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવે એ પણ જરૂરી છે. તંત્ર દ્વારા લોકોને વેકસીન માટે ટોકન આપવામાં આવે છે તો ટોકન પ્રમાણે જ વેકસીનેશન સેન્ટર પર લોકો પહોંચે અને ખોટી ભીડ એકત્રિત ન કરે એ હિતાવહ છે.

Similar News