રાજકોટ: 30 રૂપિયાનું આયુષ્યમાન કાર્ડ 700 રૂપિયામાં બનાવતી ટોળકી ઝબ્બે

Update: 2019-11-24 13:09 GMT

રાજકોટમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાના

બનાવટી કાર્ડ બનાવી આપવાના કૌભાંડનો આરોગ્ય સમિતિના ચેરમેને પર્દાફાશ કર્યો છે.

ભરૂચના ઓપરેટરની મદદથી છાયા સ્કુલના કેમ્પસમાં કાર્ડ બનાવી આપવા માટે કેમ્પ યોજાયો

હતો જેમાં તપાસ દરમિયાન 30 રૂપિયામાં બનતાં કાર્ડના 700 રૂપિયા વસુલાતા હોવાની વિગતો સપાટી પર આવી છે. 

રાજકોટમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારતના નકલી  કાર્ડ કાઢી આપવાનું

કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટ મહાનગરપાલીકાના આરોગ્ય સમિતિના ચેરમેન જૈમીન ઠાકરને

માહિતી મળી હતી કે, રાજકોટની સદર બજાર વિસ્તારમાં આવેલ રમેશભાઈ છાયા સ્કૂલના કેમ્પસમાં દશા

સોરઠીયા વણિક સમાજનો આયુષ્યમાન ભારત કાર્ડ માટેનો કેમ્પ યોજવામાં આવ્યો છે. આવો

કોઈ કેમ્પ સરકાર દ્વારા યોજવામાં આવ્યો ન હોવાથી આરોગ્ય ચેરમેને તપાસ કરી હતી.

જેમાં દશા સોરઠીયા વણિક સમાજના આગેવાનોએ ભરૂચના એક ઓપરેટર શૈલેષ શાહને સાથે રાખીને

કેમ્પ યોજ્યો  હોવાની વિગતો સપાટી પર આવી હતી. 

Tags:    

Similar News