રાજકોટ : અનલોકમાં ફરી વધ્યું કોરોનાનું “સંક્રમણ”, જાણો કેટલા દિવસ બજારોમાં કઈ કઈ દુકાનો રહેશે બંધ..!

Update: 2020-07-06 08:23 GMT

રાજ્યભરમાં દિન પ્રતિદિન કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉન બાદ જાહેર કરાયેલા અનલોક દરમ્યાન રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થતાં વહીવટી તંત્ર દ્વારા આગામી 8 દિવસ માટે બજારોમાં વિવિધ દુકાનો બંધ રાખવા નિર્ણય કર્યો છે.

દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી જતાં સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે ધંધા રોજગાર પર મોટી અસર થતાં સરકારે અનલોક દરમ્યાન લોકોને આંશિક છૂટછાટ આપી હતી. જોકે રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થતાં વહીવટી તંત્ર દ્વારા આગામી 8 દિવસ માટે બજારોમાં વિવિધ દુકાનો બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ શહેરમાં ચ્હાની રેકડીઓ અને પાન-માવાની દુકાન પર ભેગી થતી ભીડના કારણે આગામી 8 દિવસ માટે બંધ રાખવા માટે વહીવટી તંત્રએ જાહેરાત કરી છે. જોકે શહેરમાં અન્ય શોપ અને માર્કેટને સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી રાખવા તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે, ત્યારે હવે ફરી એક વાર કોરોના વાયરસના સંક્રમણને પહોચી વળવા રાજકોટ વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

Similar News