રાજકોટ: ખેડૂતે માત્ર ત્રણ વીંઘા જમીનમાં ખેતી કરી મેળવ્યું મબલખ ઉત્પાદન, જુઓ ખેડૂતે એવું તો શું કર્યું

Update: 2021-01-19 06:05 GMT

ધોરાજી તાલુકાના નાની પરબડીં ગામના ખેડૂતે પરંપરાગત ખેતી છોડી 3 વિધાના ખેતરમા એપલ બોરની ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવ્યું છે.

પહેલી જ નજરમા જોતાં સફરજન કે જામફ્ળ લાગતા એવા એપલ બોરની ખેતી ધોરાજી તાલુકાના નાની પરબડીં ગામના મનોજ ભાઈએ કરી છે. મનોજભાઈ 7 વર્ષ પહેલા કચ્છમાંથી એપલ બોરના છોડ લાવી પોતાની 3 વિધાની જમીનમા 350 છોડ વાવ્યા હતા જેમા તેઓ ગૌમૂત્ર અને છાણીયું ખાતર નાખીને ખેતી કરતાં હતા.

સાત વર્ષમા તેમણે કયારેય એપલ બોર જથ્થાબંધમા કે એ.પી.એમ.સીમાં વેચ્યા નથી પરંતુ તેમને જે ઓર્ડર મળે તેમને જ આપે છે અને કમાણી કરે છે. એપલ બોરની ખેતીમા માત્ર 2 મહિના જ ઉતારો આવતો હોય છે એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીઆ બે મહિનામા રોજ લગભગ 500 કિલોની આસપાસ ઉતારો આવે છે આથી તેઓને મબલખ ઉત્પાદન મળે છે.પશુ પક્ષીઓથી પાકને બચાવવા ખેડૂતે બોરન્બા છોડને નેટથી કવર પણ કર્યા છે.

Tags:    

Similar News