રાજકોટ સહિત રાજ્યભરમા આજે ગુજકેટની પરીક્ષા, કાળઝાળ ગરમી વચ્ચે વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા

Update: 2019-04-26 07:36 GMT

આજરોજ રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમા ગુજકેટની પરિક્ષાનો પ્રારંભ કરવામા આવ્યો છે. રાજકોટ શહેરમા કુલ 48 કેન્દ્રો પર 9667 પરિક્ષાર્થીઓ એ પરિક્ષા આપી છે. સમગ્ર પરિક્ષા બે ભાગમા વહેંચવામા આવી છે. સવારના ભાગમા ભૌતિક અને રસાયણ વિજ્ઞાનનુ પેપર જ્યારે બપોર બાદ જીવવિજ્ઞાન અને ગણિતનુ પેપર આપશે.

ત્યારે રાજકોટના 48 કેન્દ્રો પર ગરમીના કારણે પાણી અને મેડકિલની વ્યવસ્થા પણ રાખવામા આવી છે. તો સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજકેટની પરિક્ષામા 4 વિષય પૈકી 3 વિષયના પેપર આપવાના હોઈ છે. એક વિષયના કુલ 40 માર્કસના પ્રશ્નો પુછવામા આવતા હોઈ છે. આમ કુલ 3 વિષયના પેપર મળી કુલ 120 માર્કસમાંથી વિદ્યાર્થીઓએ મહત્મ માર્કસ મેળવવાના હોઈ છે.

 

Tags:    

Similar News