રાજકોટઃ ડેકોરા ગ્રુપ સહિત બિલ્ડરો પર ITના દરોડા, 18 સ્થળોએ સર્વે

Update: 2018-09-26 07:20 GMT

132 અધિકારીઓ દ્વારા 48 ટીમ બનાવી સર્વે હાથ ધરાયો છે

રાજકોટમાં આજે બિલ્ડરો પર આઇટી વિભાગે તવાઈ બોલાવી છે. જેમાં કુલ 26 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને 18 સ્થળે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. શહેરના જાણિતા બિલ્ડરોને ત્યાં આઇટી વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં ડેકોરા ગ્રુપ, સ્વાગત ગ્રુપ, લાડાણી ગ્રુપ સહિત ફાયનાન્સરોને ત્યાં આઇટી વિભાગે દરોડા પાડ્યા છે. ગોપાલ ચુડાસમા, ચેતન રોકડના ઘરે પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આઇટી વિભાગે ડેકોરા ગ્રુપના જમનભાઇ પટેલ તેનો પુત્ર નિખિલ અને ભાગીદાર કુલદીપ રાઠોડના ઘરે પણ દરોડા પાડ્યા છે. ધીરુભાઇ રોકડ, તેનો પુત્ર ચેતન રોકડ, ગોપાલ ચુડાસમા, ચેતન રોકડના ઘરે પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છગનભાઇ પટેલના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આજે વહેલી સવારથી આઇટી વિભાગ દ્વારા યુથ કોંગ્રેસના પ્રમુખના ભાઇ કુલદીપ રાઠોડના ઘરે દરોડા પાડ્યા છે. ડેકોરા ગ્રુપે રાજકોટમાં અનેક જગ્યાએ મોટી ઇમારતો બનાવી છે.

132 અધિકારીઓ દ્વારા 48 ટીમ બનાવી સર્વે હાથ ધરાયો છે. કુલદીપ રાઠોડના ઘરને બદલે જયપાલસિંહના ઘરે આઇટી વિભાગ પહોંચતા માફી માગવી પડી. કુલદીપ રાઠોડના ઘરના બદલે જયપાલસિંહના ઘરે આઇટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં આઇટી વિભાગને જાણ થતા જયપાલસિંહના પરિવારની માફી માગી હતી અને ત્યાંથી રવાના થયા હતા.

Tags:    

Similar News