રાજકોટ : જેતપુર પોલીસે 53 મોબાઇલ સાથે છ આરોપીને ઝડપી પાડયાં, જુઓ કેવી રીતે કરતાં હતાં લુંટ

Update: 2021-01-15 09:46 GMT

રાજકોટ જિલ્લાની જેતપુર પોલીસે ૫૩ મોબાઈલ સાથે છ આરોપીઓને ઝડપી પાડયાં છે. ગેંગના સાગરિતો શ્રમજીવી વિસ્તારમાં ફરતાં રહેતાં હતાં અને એકલ દોકલ વ્યકતિ મોબાઇલ ફોન પર વાત કરતો દેખાય તો મોબાઇલ આંચકીને ફરાર થઇ જતાં હતાં. ટોળકીએ જેતપુર ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ ગુનાઓ આર્ચયા છે.

જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં બે દિવસ પૂર્વે શહેરના ચાંપરાજપુર રોડ પર અને ધારેશ્વર પાસે સાંજના આઠેક વાગ્યે મોટર સાયકલ પર ત્રણ શખ્સો આવી પગપાળા જતા રાહદારી પાસેથી મોબાઈલ ફોન ઝૂંટવી ગયાની બે જુદીજુદી ફરીયાદ નોંધાઇ હતી. પોલીસે તપાસ હાથ ધરતાં ચાંપરાજપુરની લૂંટના આરોપીઓ સરધારપુરના દરવાજા પાસે ઉભેલાં છે તેવી બાતમી મળી હતી. પોલીસે સ્થળ પર તપાસ કરતાં બાઇક સાથે ત્રણ લોકો ઉભેલાં જોવા મળ્યાં હતાં. પોલીસે ત્રણેયની અટકાયત કરી તેમની પુછપરછ હાથ ધરી હતી. તેમની પાસેથી મળેલી માહિતીના આધારે વધુ 3 આરોપીને ઝડપી લેવાયાં હતાં. પરેશ ઉર્ફે કાનો પરમાર , સાગર ઉર્ફે જીગો પરમાર , જીગ્નેશ મકવાણા , હિરેન ઉર્ફે હીરકો ઝીંઝુવાડીયા અને પ્રતાપ ઉર્ફે પદુ દેવકુભાઇ બસીયાની અટકાયત કરાય છે. આરોપીઓ પાસેથી 53 મોબાઇલ ફોન કબજે લેવાયાં છે.

આરોપીની ગુન્હા આચરવાની રીત વિશે એએસપી સાગર બાગમરે જણાવેલ કે , આરોપીઓ મોટર સાઇકલમાં ત્રિપલ સવારીમાં આવી મજુરોના રહેણાંક વિસ્તારોની આજુ બાજુ , ઓછી ગીચતા વાળા તેમજ એકલા જતાં રાહદારી અને પરપ્રાંતીય મજુરો જે એકલા હોય અને શહેર બહારના રસ્તાઓ જેવા કે , કેનાલ કાંઠે , સર્વીસ રોડ , શહેરના એક્ઝીટ પોઇન્ટ જેવા વિસ્તાર પસંદ કરી ત્યાં કોઈ એકલો મોબાઇલ ફોનમાં વાત કરતો જતો હોય તેવાને ટાર્ગેટ બનાવી મોબાઇલ ઝુંટવીને ફરાર થઇ ગયાં હતાં. પરેશ ઉર્ફે કાનો પરમાર ગેંગ લીડર છે અને હતાં. ટોળકીએ જેતપુર ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ ગુનાઓ આર્ચયા છે.

Tags:    

Similar News