રાજકોટ : રસોઇયા પર હતી ચોરીની આશંકા, જુઓ પછી છ લોકોએ ભેગા મળી શું કર્યું

Update: 2020-02-07 15:24 GMT

રાજકોટના

ગોંડલ રાલુકાના ભરૂડી ગામની સીમમાંથી મળેલા મૃતદેહનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે.

કારખાનામાં રસોઇયાનું કામ કરતાં વ્યકતિને નગરપાલિકાના બે સભ્યો સહિત 6 લોકોએ માર

મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. 

ગોંડલ

તાલુકાના ભરૂડી ગામની સીમમાંથી હત્યા કરાયેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી

આવ્યો હતો.જેની ઓળખ  શંકરરામ તરીકે થઇ હતી. પોલીસની તપાસમાં તેની હત્યામાં ગોંડલ નગરપાલિકામાં

રાષ્ટ્રીય વિકાસ ઝુંબેશ પાર્ટીમાંથી ચુંટણી જીતેલા અને હાલ ભાજપમાં ભળી ગયેલાં રવિ

કાલરીયા અને સરદારધામ ગોંડલ તાલુકાના પ્રમુખ શૈલેષ ફૌજી, અક્ષય ઉર્ફે

ભાણો, વિનોદ, અશોક રૈયાણી, આશીષ ટીલવાની સંડોવણી હોવાની વિગતો સપાટી પર આવી હતી. પોલીસે ત્રણ આરોપીની

ધરપકડ કરી લીધી છે જયારે પાલિકાના બે સભ્યો સહિત ત્રણ આરોપીઓ હજી ફરાર છે. શંકરરામ

તેમના કારખાનામાં રસોઇયાનું કામ કરતો હતો પણ તેના પર ચોરીની શંકા હતી. જેથી

આરોપીઓએ ભેગા મળી તેને ઢોર માર મારી તેના સગાને સોંપવા જઇ રહયાં હતાં ત્યારે

રસ્તામાં તેનું મોત થઇ ગયું હતું. આરોપીઓ મૃતદેહને સીમમાં નાંખી ફરાર થઇ ગયાં

હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓએ પોતાનું કારસ્તાન છુપાવવા માટે સીસીટીવીના ફૂટેજ

પણ ડીલીટ કરી નાંખ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. 

Tags:    

Similar News