રાજકોટ : વેપારીઓની પતંગ ઉડયા પહેલા જ કપાય, બજારમાં સુસ્તીનો માહોલ

Update: 2020-01-12 11:43 GMT

પતંગના પર્વ ઉત્તરાયણ આડે

ગણતરીના કલાકો બાકી રહી ગયાં હોવા છતાં રાજકોટના પતંગ બજારમાં તેજીના બદલે

સુસ્તીનો માહોલ જોવા મળી રહયો છે. મંદીના માહોલ વચ્ચે વેપારીઓની પતંગો ઉડયા પહેલા

જ કપાય જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

રાજકોટની પતંગ બજાર ગણાતી એવી સદર બજારમાં પતંગ અને ફીરકીમાં

અવનવી વેરાયટીઓ પણ આવી છે. પરંતુ હજુ પણ ખરીદીના માહોલમાં સુસ્તી દેખાઈ રહી છે. સૌ

કોઈ આ તહેવારને વધાવી લેવા આતુર હોઈ છે. દર વર્ષે રાજકોટના સદર બજાર ચોક ખાતે

લોકોનુ મહેરામણ ઉમટી પડતુુ હોય  છે.જો કે આ વખતે ક્યાંકને

ક્યાંક મંદીની અસર પણ જોવા મળી રહી છે. તો કેટલાંક લોકો માને છે કે રાજકોટીયનોને

કોઈ પણ પ્રકારની મોંઘવારી કે મંદીની અસર મોજ કરવામાંં નડતી નથી.

Tags:    

Similar News