રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને રૂ. 4.75 કરોડનું મળ્યું દાન, લોકોએ દાનની રકમ ઓનલાઇન કરી ટ્રાન્સફર

Update: 2020-05-26 05:30 GMT

લોકડાઉન દરમ્યાન રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બેન્કના ખાતામાં રૂપિયા 4.75 કરોડનું દાન આવ્યું છે. દેશભરમાંથી અંદાજે 5 હજારથી વધુ લોકો દ્વારા ટ્રસ્ટના ખાતામાં દાનની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત રામ જન્મભૂમિ પરિસરમાં સ્થાયી ગર્ભગૃહ તેમજ આસપાસના 200 વર્ષથી પણ જૂના વૃક્ષો ખસેડીને અન્ય સ્થળે રોપવામાં આવ્યા છે. જેમાં પીપળાનું વૃક્ષ પ્રસ્તાવિત શેષાવતાર મંદિરની નજીકમાં જ રોપવામાં આવ્યું છે.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવે જણાવ્યું હતું કે, અયોધ્યાની સ્ટેટ બેન્કની બ્રાન્ચમાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું દાન ખાતું તા. 2 એપ્રિલે રામનવમીના દિવસે ખોલાવામાં આવ્યું હતું. જેમાં શ્રદ્ધાળુઓ સેવિંગ્સ એકાઉન્ટ નં. 39161495808 તેમજ કરન્ટ એકાઉન્ટ નં. 39161498809માં પોતાની યથાશક્તિ પ્રમાણે દાન પણ કરી શકે છે.

Tags:    

Similar News