રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ જોઈએ છે? તો આ રેસેપીને ફોલો કરીને બનાવો દાલ ફ્રાઈ, એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનશે.......

કહેવાય છે તો એવું કે દાળ ભાત બનાવવા ખૂબ જ સરળ કામ છે. પણ ઘણા લોકો એવા પણ છે, જે દાળ બનાવવાનું પણ નથી જાણતા.

Update: 2023-07-16 10:31 GMT

ખાસ કરીને સ્વાદિષ્ટ દાળ ફ્રાઈ તડકા બનાવાનું આ લોકો માટે ખૂબ જ અઘરો ટાસ્ટ હોય છે, જેમને કુકિંગ વિશે કોઈ જાણકારી નથી હોતી. આજે અમે આપને દાલ ફ્રાઈ તડકો બનાવવાની સરળમાં સરળ રેસિપી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેને ફોલો કરવાનું ખૂબ જ સરળ છે, ખાસ કરીને એવા લોકો માટે જેમને રસોઈ વિશે જરાં પણ જ્ઞાન નથી. તો આવો જાણીએ દાળ ફ્રાઈ તડકાની સુપર ટેસ્ટી રેસિપી વિશે...

· દાળ ફ્રાઈ બનાવવા માટેની સામગ્રી

ચણા દાળ - એક કપ

મગની દાળ – ¼ કપ

ટામેટાં -4 નંગ

ડુંગળી – 1 નંગ

લીલા મરચાં – 4 નંગ

લસણ – 3 થી 4 કળી

ઈલાયચી – 1

તજ – 1 ટુકડો

હળદર - ¼ ચમચી

હિંગ – ¼ ટી સ્પૂન

માખણ – 2 ચમચી

જીરું – 1 ચમચી

કસૂરી મેથી – 2 ચમચી

લાલ મરચું પાવડર – 1 ચમચી

આદુનો ટુકડો – 1 ઈંચનો

મીઠું સ્વાદ અનુસાર

· દાલ ફ્રાઈ બનાવવાની રેસિપી

દાલ ફ્રાઈ તડકો બનાવવા માટે સૌથી પહેલા ચણા દાળ અને મગદાળને પાણીમાં સારી રીતે ધોઈ નાખો. બાદમાં તેને કુકરમાં નાખો અને તેની સાથે ટામેટા, ડુંગળી, લીલા મરચા, લસણ, મોટી ઈલાયચી, તજ, હળદર, મીઠું, હીંગ અને બે કપ પાણી નાખી કુકરમાં બંધ કરી દો. ગેસ પર રાખીને બે ત્રણ સીટી આપીને દાળ બાફી નાખો.

હવે કુકરનું ઢાંકણ હટાવી અને દાળમાં મોટી ઈલાયચી અને તજ અને ટામેટાની છાલ હટાવીને અલગ કરી નાખો. અને થોડી વાર દાળ હલાવીને મિશ્રણ કરી નાખો. બાદમાં તડકો લગાવવા માટે એક કડાઈમાં માખણ નાખીને ગરમ કરો અને તેમાં જીરુ, કાપેલું લસણ, આખા લાલ મરચા, એક ચપટી હીંગ નાખીને એક મિનિટ સુધી પકાવો. હવે તેમાં કસૂરી મેથી નાખો અને તેને પણ થોડી સેકન્ડ સુધી પકાવો.

બાદમાં કશ્મીરી લાલ મરચાનો પાઉ઼ડર, છીણેલું આદુ નાખો. હવે થોડી તેને ફ્રાઈ કરી લો. હવે ગેસ બંધ કરી આ તડકાને દાળમાં નાખી દો. હવે સારી રીતે મિક્સ કરી દો. બાદમાં કુકરનું ઢાંકણ બંધ કરી દો અને દાળને એક મિનિટ માટે ગેસ પર ચડાવી દો. હવે આપની દાલ ફ્રાઈ તૈયાર થઈ ગઈ.

Tags:    

Similar News