જો તમને દૂધીનું શાક ન ભાવતું હોય તો ટ્રાય કરી લો આ ખાસ ડિશ

Update: 2021-09-07 13:55 GMT

આયુર્વેદમાં દૂધીના અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે. માર્કેટમાં અત્યારે દૂધી સરળતાથી મળે છે ત્યારે તમે તેનો હલવો બનાવીને પણ તેની મજા માણી શકો છો.

દૂધીનો હલવો બનાવવા માટેની સામગ્રી: 500 ગ્રામ દૂધી, 2 ટેબલ સ્પૂન ઘી, 300 ગ્રામ ખાંડ, 300 ગ્રામ મોળો માવો, 1/2 લિટર દૂધ, 2 ટેબલ સ્પૂન છોલેલી બદામની કાતરી, 2 ટેબલ સ્પૂન પિસ્તાંની કાતરી, થોડા દાણા એલચી, લીલો મીઠો રંગ, વેનીલા એસેન્સ

હલવો બનાવાવાની રીત: દૂધીને છોલી, છીણી નાંખવી. એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં થોડા એલચીના દાણા નાંખી, છીણ વઘારવું. થોડી વાર હલાવી તેમાં દૂધ નાંખવું. તાપ ધીમો રાખવો દૂધ બળે અને છીણ બફાય એટલે તેમાં ખાંડ નાંખવી. ખાંડનું પાણી બળે અને લોચા જેવું થાય એટલે લીલો રંગ અને એક ચમચો ઘી નાંખવું. બરાબર ઘટ્ટ અને ઠરે તેવું થાય એટલે ઉતારી, માવાને છીણીને નાંખવો. માવો બરાબર મિક્સ કરી ફરી થોડી વાર તાપ ઉપર મૂકવું. તેમાં બદામ - પિસ્તાની કતરી નાંખવી. માવો બરાબર મિક્સ થઈ જાય એટલે ઉતારી, થાળીને ઘી લગાડી હલવો ઠારી દેવો. બીજે દિવસે હલવો બરાબર ઠરે એટલે પીસ કરી લેવા.

દૂધીના ખાવાથી અનેક ફાયદા થાય છે. દૂધી મધુર, સ્નિગ્ધ, ધાતુપુષ્ટતદાયી, પાચનમાં હલકી (પરંતુ વધુ ખાવાથી ભારે), હ્ર્દય માટે હિતકારી, રુચિ તથા મૂત્ર ઉત્પન્ન કરનારી, ગ્રાહી(ઝાડો બાંધનાર), બેચેની, પિત્ત(ગરમી), વિષ, શ્રમ, તાવ તથા દાહનો નાશ કરનારી, બુદ્ધિવર્ધક, ઊંધ લાવનારી, તરસ દૂર કરનાર, રક્તસ્ત્રાવ અટકાવનાર, વાત-પિત્તનાશક છે.

Tags:    

Similar News