ઉનાળાની ગરમીમાં માણો મેંગો મસ્તાનીની મજા, બનાવવું છે એકદમ સરળ

મેંગો મસ્તાની ખાસ કરીને ગરમીમાં બનતો એક ખાસ શેક છે કે જેને બનાવવો ખૂબ જ સહેલો છે અને પીવામાં પણ એટલો જ ટેસ્ટી લાગે છે.

Update: 2023-04-01 10:18 GMT

કેરીનું નામ પડે ને તરત જ મોઢામાં પાણી આવી જાય છે. એવી સ્વાદિષ્ટ કેરી માંથી અનેક પ્રકારના ડ્રિંક્સ બનતા હોય છે. ત્યારે આજે આપણે બનાવીશું મેંગો મસ્તાની. આ મેંગો મસ્તાની પુના બાજુ ખૂબ પ્રખ્યાત ડ્રિંક છે. મેંગો મસ્તાની ખાસ કરીને ગરમીમાં બનતો એક ખાસ શેક છે કે જેને બનાવવો ખૂબ જ સહેલો છે અને પીવામાં પણ એટલો જ ટેસ્ટી લાગે છે.

મેંગો મસ્તાની બનાવવાની સામગ્રી:-

પાકી કેરી 3 નંગ

પાકી કેરીનાં કટકા

ખાંડ 2-3 ચમચી

ફૂલ ક્રીમ દૂધ 2 કપ

દૂધ ના બરફ ક્યુબ

વેનીલા આઇસ્ક્રીમ 2 કપ

કાજુ, બદામ, પિસ્તાની કતરણ

મેંગો મસ્તાની બનાવવાની રીત:-

મેંગો મસ્તાની બનાવવા માટે સૌ પ્રથમ ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરી ઠંડુ કરી લો. ત્યાર બાદ જેમાં બરફ જમાવીએ તેમાં આ જમાવેલા દૂધને નાખીને પાંચ સાત કલાક દૂધને જમાવવા મૂકી રાખો. જેથી તે બરફના ટુકડાની જેમ નીકળી શકે. (આ મિકલ ક્યુબને તમે પહેલા જ જમાવીને ફ્રિજરમાં ડબ્બામાં ભરીને રાખી શકો છો). હવે પાકેલી કેરીને અડધાથી એકાદ કલાક માટે પાણીમાં પલાળી રાખો. જેથી કેરીમાં રહેલ ગરમી નીકળી જાય ત્યાર બાદ કેરીને પાણીથી બરાબર સાફ કરી લો. ત્યાર બાદ ચાકુ વડે છોલીને સાફ કરી લો. જેમાંથી 1 કેરીના ઝીણા ઝીણા કટકા કરીને ફ્રીજમાં મૂકી દો અને બીજા 2 કેરીનાં કટકા કરી મિક્સર જારમાં નાખો. હવે મિકસરમાં કેરીનાં કટકા સાથે ખાંડ, મિલ્ક ક્યુબ, ફૂલ ક્રીમ દુધ અને વેનીલા આઇસ્ક્રીમ નાખીને બરાબર સ્મૂધ પીસી લો. તો તૈયાર છે મેંગો મસ્તાની

મેંગો મસ્તાની ગાર્નિસ કરવાની રીત:-

સૌથી પહેલા ગ્લાસમાં અડધો ગ્લાસ તૈયાર કરેલ મેંગો મસ્તાની નાખો. તેના પર કાજુ, બદામ અને પિસ્તાની કતરણ નાખો. ત્યાર બાદ 2 થી 3 ચમચી કેરીનાં કટકા અને વેનીલા આઇસ્ક્રીમ નાખો. તેના પર ફરીથી મેંગો મસ્તાની નાખો અને પોણો ગ્લાસ ભરી નાખો ત્યાર બાદ ફરીથી વેનીલા આઇસ્ક્રીમ, કાજુ, બદામ, પિસ્તાની કતરણ,ચેરી અને કેરીનાં ટુકડા નાખી ગારનીસ કરી સર્વ કરો.

Tags:    

Similar News