બાળકોથી લઈને વડીલોને ગમશે 'બંગાળી દમ આલૂ'નો સ્વાદ, જાણો લો રેસેપી

તમે કાશ્મીરી અને પંજાબી દમ આલૂના સ્વાદથી પરિચિત હશો, પરંતુ શું તમે બંગાળી આલૂ દમ વિશે સાંભળ્યું છે અને અજમાવ્યું છે?

Update: 2022-06-14 10:54 GMT

તમે કાશ્મીરી અને પંજાબી દમ આલૂના સ્વાદથી પરિચિત હશો, પરંતુ શું તમે બંગાળી આલૂ દમ વિશે સાંભળ્યું છે અને અજમાવ્યું છે? જો તમારો જવાબ ના હોય, તો આ રહી તેની રેસીપી.

સામગ્રી:

1/2 કિલો નાની બટેટીઓ , 1 ડુંગળીની પેસ્ટ, 1 નાનું ટામેટા બારીક સમારેલા, 1 ટીસ્પૂન લસણ અને આદુની પેસ્ટ, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ચમચી ધાણા પાવડર, 1/2 ટીસ્પૂન જીરું પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 તમાલપત્ર, 1/4 કપ લીલા ધાણા બારીક સમારેલા, 2 ચમચી દેશી ઘી, થોડી આદુની લાકડી અને વચ્ચેથી કાપેલા લીલા મરચા

બનાવાની રીત :

બટાકાને બાફીને છોલી લો.એક પેનમાં ઘી ગરમ કરો. બટાકાને ફ્રાય કરીને બહાર કાઢો.બાકીના ઘીમાં તમાલપત્ર ઉમેરો.ડુંગળીની પેસ્ટ ઉમેરીને સોનેરી થાય ત્યાં સુધી ફ્રાય કરો. હવે તેમાં આદુ-લસણની પેસ્ટ નાખીને શેકી લો. હવે ટામેટાં ઉમેરવાનો વારો છે, તે થોડું નરમ થાય એટલે તેમાં હળદર, લાલ મરચું અને જીરું પાવડર નાખો.મીઠું ઉમેરો અને 1/4 કપ ગરમ પાણી ઉમેરો.ઉકળે ત્યાં સુધી પકાવો.થોડીવાર ધીમી આંચ પર રાખો.ગરમ મસાલો, આદુની પેસ્ટ અને લીલા ધાણા નાંખો.

તેને પુરી કે પરાઠા સાથે ગરમાગરમ સર્વ કરો.

Tags:    

Similar News