શું તમે ક્યારેય મગની દાળની ટેસ્ટી કચોરી ખાધી છે? ઘરે બનાવવા નોંધી લો આ રીત, નાના બાળકોથી લઇને ઘરડા લોકો ખાતા રહી જશે...

મગની દાળની કચોરી તમે એક વાર ઘરે આ રીતે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે.

Update: 2023-10-13 12:49 GMT

બટાકાની કચોરી, કોર્ન કચોરી, દાળ કચોરી તો તમે અનેક વાર ખાધી હશે, પરંતુ આજે અમે તમને મગની દાળની કચોરી બનાવવાની રેસિપી જણાવીશું. મગની દાળની કચોરી ખાવાની બહુ મજા આવે છે. મગની દાળની કચોરી તમે એક વાર ઘરે આ રીતે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે. આ કચોરી સ્વાદમાં મસ્ત લાગે છે. આ એક સ્વાદિષ્ટની સાથે હેલ્ધી રેસિપી છે. તો તમે પણ નોંધી લો મગની દાળની કચોરી બનાવવાની રેસિપી. તમે આ રીતે મગની દાળની કચોરી બનાવશો તો બહુ મસ્ત ટેસ્ટી બનશે.

મગની દાળની કચોરી બનાવવાની સામગ્રી

· 2 કપ મેંદો

· અડઘો કપ મગની દાળ\

· ¼ કપ બેસન

· 3 ચમચી ઘી

· 1 ચમચી જીરુ

· 1 ચમચી વરિયાળી

· અડધી ચમચી હળદર

· 1 ચમચી ધાણાંજીરુ

· 1 ચમચી ગરમ મસાલો

· 1 ચમચી આમચૂર પાવડર

· ¼ ચમચી ક્રશ કરેલો આદુ

· 1 ચમચી લાલ મરચુ

· 2 લીલા મરચા

· તળવા માટે તેલ

· સ્વાદાનુંસાર મીઠું·

મગની દાળની કચોરી બનાવવાની રેસેપી

· મગની દાળની કચોરી બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ લો. ત્યાર બાદ તેમાં થોડું મીઠું નાખો અને મિક્સ કરો. ત્યારબાદ ઘી નાખીને સારી રીતે મિક્સ કરી લો.

· થોડુ-થોડુ પાણી નાખો અને લોટ બાંધતા જાવો. લોટ પર તેલ લગાવીને 30 મિનિટ માટે ઢાંકીને મુકી રાખો.

· ત્યાર બાદ મગની દાળને મિક્સર જારમાં લઇને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ એક વાસણમાં લઇ લો. એક કઢાઇમાં ઘી નાખીને ગરમ કરી લો. ઘી ગરમ થઇ જાય એટલે એમાં વરિયાળી, જીરું અને હિંગ નાખો.

· સુગંધ આવવા લાગે એટલે હળદર, લાલ મરચુ, ધાણાંજીરુ, આમચૂર પાવડર અને ગરમ મસાલા સહિતના અન્ય મસાલાઓ કરી દો.

· મસાલા ફ્રાય થઇ જાય એટલે એમાં બેસન નાખીને સાંતળી લો. આ મિશ્રણમાં મગની દાળની પેસ્ટ નાખીને 5 મિનિટ માટે થવા દો.

· તો તૈયાર છે કચોરીનું સ્ટફિંગ.

· હવે મેંદાના લોટમાંથી ગુલ્લા બનાવો.

· આ ગુલ્લાને વણી લો અન પછી અંગૂઠાની મદદથી ડિપ કરીને એમાં મગની દાળનું મિશ્રણ ભરી લો.

· ત્યારબાદ ચારેબાજુથી બંધ કરીને ગોળ બનાવી લો. હથેળીમાં રાખીને હાથથી સામાન્ય રીતે દબાવી લો.

· એક પછી એક એમ બધી કચોરી તૈયાર કરી લો.

· કઢાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઇ જાય એટલે કચોરી મુકો અને ધીમા ગેસે થવા દો. તો તૈયાર છે મગની દાળની કચોરી.

· આ કચોરીને તમે સોસ, લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.

Tags:    

Similar News