જો તમે એક જ પ્રકારનું ફલાવર બટેટાનું શાક ખાઈને કંટાળી ગયા હોવ તો, તો રીતે તૈયાર કરો વાનગી

શિયાળાની ઋતુમાં બટેટા-ફ્લાવરનો સ્વાદ અલગ જ હોય છે.

Update: 2024-01-28 10:30 GMT

શિયાળાની ઋતુ બજારમાં અવનવી શાકભાજી વેચાય છે અને તેમાય ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજી, કોબીજ,ફ્લાવર વગેરે, શિયાળાની ઋતુમાં બટેટા-ફ્લાવરનો સ્વાદ અલગ જ હોય છે. ઘણા લોકો તેના અદ્ભુત સ્વાદના શોખીન હોય છે, પરંતુ આ સિઝનમાં જો તમે પણ તેને આ જ રીતે તૈયાર કરીને કંટાળી ગયા હોવ તો અહીં તેને બનાવવાની ખાસ રેસિપી આપવામાં આવી છે. આ સરળ રેસિપીની મદદથી તમે પણ તેને મિનિટોમાં તૈયાર કરી શકો છો.

સામગ્રી: :-

ફ્લાવર - 1 કપ નાના ટુકડા કરો, બટેટા - 1 કપ નાના ટુકડા કરી લો, તેલ - 2 ચમચી, ડુંગળી - 1/2 કપ છીણેલી, ટામેટા - 1/2 કપ છીણેલું, આદુ - 1 ચમચી છીણેલું, લીલા મરચા - 4 નાના છીણેલા, લીલા ધાણા - 2 ચમચી બારીક સમારેલી, લાલ મરચું પાવડર - 1/2 ચમચી, હળદર પાવડર - 1/2 ચમચી, ગરમ મસાલો - 1/2 ચમચી, જીરું - 1 ચમચી, મીઠું - સ્વાદ મુજબ

ફ્લાવર બટેટા બનાવવાની રીત :-

સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો. આ પછી તેમાં ડુંગળી, આદુ, લીલા મરચાં અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તેમાં હળદર પાવડર, ગરમ મસાલો અને લાલ મરચું પાવડર ઉમેરી મધ્યમ તાપ પર રાંધી લો. બધું થોડું સતળાઇ જાય એટલે તેમાં સમારેલા ટામેટાં ઉમેરો. ઢાંકીને ધીમી આંચ પર રાંધો, પણ વચ્ચે વચ્ચે ચેક કરતા રહો. તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો. તેને મસાલેદાર બનાવવા માટે, તમે કોઈ મસાલા ઉમેરી શકો છો, તૈયાર છે તમારી સ્વાદિષ્ટ બટેટા ફ્લાવરની વાનગી તૈયાર છે, તેને ગરમા-ગરમ સર્વ કરો.

Tags:    

Similar News