સ્વાદિષ્ટ 'મગની દાળના વડા' ઘરે જ બનાવો, ટ્રાય કરો આ સરળ રેસીપી...

જે ચણા દાળના વડા જેવા જ સ્વાદિષ્ટ છે.

Update: 2024-03-11 10:14 GMT

ખાસ કરીને સ્વાદિષ્ટ અને હેલ્ધી ખાવાનું મન બધાને જ થતું હોય છે, ત્યારે તમે દાળમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવી હશે અને ખાધી હશે. અને તેમાય વડાનું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય છે, ખાસ કરીને નાસ્તામાં વડાને ચા સાથે ખાવાની કઇંક અલગ જ મજા હોય છે ત્યારે આજે આપણે લીલા મગની દાળના વડા બનાવીશું, જે ચણા દાળના વડા જેવા જ સ્વાદિષ્ટ છે અને મિનિટોમાં તૈયાર થઈ જાય છે.

સામગ્રી:

1 કપ આખી લીલી મગની દાળ, સ્વાદ મુજબ મીઠું, 1 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ, 4-5 લીલા મરચાં સમારેલા, 2 ચમચી બારીક સમારેલી કોથમીર, 4-5 મીઠા લીમડાના પાન બારીક સમારેલા, તળવા માટે તેલ જરૂર મુજબ

'મગની દાળના વડા’ બનાવવાની રીત :-

- સૌથી પહેલા આખી મગની દાળને આખી રાત અથવા 7-8 કલાક પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ મગની દાળમાંથી પાણી સંપૂર્ણપણે નિતારી લો. પાણી ઉમેર્યા વગર મીઠું, આદુ-લસણની પેસ્ટ, લીલા મરચા અને લીલા ચણાની ઘટ્ટ પેસ્ટ બનાવો. પેસ્ટ જાડી હોવી જોઈએ. ઝીણી સમારેલી કોથમીર, સમારેલા મીઠા લીમડાના પાન ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તળવા માટે પેનમાં તેલ મૂકો. મિશ્રણનો એક ભાગ લો અને બિસ્કિટની જેમ ચપટી ટિક્કી બનાવો.અને તેને તેલમાં મૂકી મધ્યમ તાપ પર તળી લો. બધી ટિક્કીઓને આ રીતે ફ્રાય કરો.વડાઓને ચારે બાજુથી સોનેરી થાય ત્યાં સુધી તળો. મગની દાળના વડાને મનપસંદ ચટણી અથવા કેચપ સાથે સર્વ કરો.

Tags:    

Similar News