સાબરકાંઠા : ક્વોરેન્ટાઈન જાહેર કરવા છતા લોકસંપર્કમાં રહેતો આર્મી જવાન ઝડપાયો, પોલીસે દાખલકરી ફરિયાદ

Update: 2020-03-28 08:24 GMT

સાબરકાંઠા જિલ્લાના હિમતનગરના લાલપુર ગામે રજા પર આવેલા આર્મી જવાનને ક્વોરેન્ટાઈન જાહેર કરવા છતા લોકસંપર્કમાં રહેતા તેના વિરુદ્ધ પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, જમ્મુના દ્રાશ સેક્ટરમાં આર્મીમાં ફરજ બજાવતા જવાનને એરપોર્ટ પર સ્ક્રીનીંગ દરમ્યાન ક્વોરન્ટાઈન જાહેર કરાયો હતો. હિમતનગરના લાલપુર ગામનો આર્મી જવાન રજા પર પોતાના વતન આવ્યો હતો, તેમ છતાં તે લોકસંપર્કમાં રહેતો હોવાથી દેરોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમ્યાન પોલીસને ક્વોરન્ટાઈન જાહેર કરાયેલો આર્મી જવાન મળી આવ્યો હતો, ત્યારે પોલીસે સ્થાનિક આરોગ્ય વિભાગની મદદથી આર્મી જવાનને હોસ્પીટલ ખસેડી તેના વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી હતી.

Similar News