સાબરકાંઠા: અરે બાપ રે, શૌચાલયમાં વિદેશી દારૂની બોટલોનો શો રૂમ?

Update: 2021-02-05 07:21 GMT

આજે અમે તમને દારૂની વિવિધ બ્રાન્ડની બોટલોનો સાબરકાંઠામાં રહેલ શોરૂમ બતાવવા જઇ રહ્યા છીએ ત્યારે દારૂના શોખીનોએ ખુશ નવાની જરૂર નથી. આ દારૂની બોટલોનો શોરૂમ જાહેરમાં છે પણ ખાલી બોટલોનો છે અને વિદેશી દારૂના શોખીનો દ્વારા જ ખાલી બોટલોનો શોરૂમ શૌચાલયમાં ઉભો કરવામાં આવ્યો છે.

આ વિદેશી દારૂની ખાલી બોટલોનો શોરૂમ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર અને પ્રાંતિજ ભાખરીયા પોલીસ ચોકીથી થોડેક દુર આવેલ કોમ્પલેક્ષના શૌચાલયમાં જોવા મળે છે અને અહી બધીજ બ્રાન્ડની નાની મોટી અને સસ્તીથી મોંધી બોટલો જોવા મળી રહીશે. અહી એક નહી બે નહી પણ ૧૦૦થી પણ વધારે ખાલી બોટલો જોવા મળી રહી છે ત્યારે હવે જોવું રહ્યું કે આ દારૂની ખાલી બોટલોના શોરૂમની હજુ પ્રગતિ થશે કે આ અહેવાલ બાદ ખાલી બોટલોનો શોરૂમ પર પોલીસની બ્રેક લાગે છે કે પછી આ બોટલો શૌચાલયની શોભામાં હજુ પણ વધારો કરશે.

Tags:    

Similar News