લોકડાઉનની સ્થિતિના કારણે સૌરાષ્ટ્રના 447 યાત્રાળુ હરિદ્વારમાં ફસાયા, પરત આવવા સરકારને કરી રહ્યા છે વિનંતી

Update: 2020-03-25 12:20 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 24મી માર્ચ મંગળવારના રોજ સમગ્ર ભારતભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લોકડાઉન એક દિવસ નહીં પરંતુ આગામી 21 દિવસ માટે કરવામાં આવ્યું છે, ત્યારે લોકડાઉનની સ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્રના 447 જેટલા લોકો હરિદ્વારમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે.

હરિદ્વારમાં ફસાયેલા યાત્રિકોએ પોતાનો એક વિડિયો બનાવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તો સાથે જ સરકાર પાસે મદદ કરવાની ગુહાર પણ લગાવી છે. વાયરલ થયેલ વિડિયોમાં યાત્રિકો કહી રહ્યા છે કે, તેમની પાસે પૈસા ખૂટી ગયા છે અને જમવાની પણ કોઈ વ્યવસ્થા નથી. તો 447 પૈકી મોટા ભાગના સિનિયર સિટીઝન હોવાનું પણ જણાવી રહ્યા છે, ત્યારે તેમને પોતાના વતન પરત ફરવું છે. પરંતુ ઉત્તરાખંડ સરકાર દ્વારા તેમને મંજૂરી આપવામાં નથી આવી રહી. તેથી તાત્કાલીક અસરથી ગુજરાત સરકાર ઉત્તરાખંડ સરકાર પાસેથી મંજૂરી મેળવી 447 જેટલા યાત્રાળુઓને તેમના વતન પરત પહોંચાડે તેવી વિનંતી કરવામાં આવી રહી છે.

Similar News