નાગરિકતા સુધારો કાયદા વિરુદ્ધ 60 અરજીઓ પર SCમાં સુનાવણી, ભાજપના સાથી પક્ષે પણ કોર્ટનો દરવાજો ખખડાવ્યો

Update: 2019-12-18 04:45 GMT

નાગરિકતા સુધારો કાયદા વિરુદ્ધ 60 અરજીઓ પર SCમાં સુનાવણી, ભાજપના સાથી પક્ષે પણ કોર્ટનો દરવાજો ખખડાવ્યો

નવી દિલ્હી: નાગરિકતા સુધારો કાયદો ગયા અઠવાડિયે પસાર થયો ત્યારબાદથી હંગામો મચ્યો છે, આ દરમિયાન બુધવારે સુપ્રીમ કોર્ટ આ કાયદા સામે 60થી વધુ અરજીઓ પર સુનાવણી કરશે. આ અરજી દાખલ કરનારાઓમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ, ઇંડિયન મુસ્લિમ લીગ અને આસામમાં શાસક ભાજપના સહયોગી આસામ ગણ પરિષદનો સમાવેશ થાય છે. સીજેઆઈ જસ્ટિસ બોબડેની અધ્યક્ષતામાં ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠ આ અરજીઓ પર સુનાવણી કરશે. આ બેંચમાં જસ્ટિસ બી.આર. ગવાઈ અને જસ્ટિસ સૂર્યકાંત સમિલ છે.

કાયદા મુજબ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને

અફઘાનિસ્તાનમાં ધાર્મિક જુલમ સહન કરનારા અને 31 ડિસેમ્બર, 2014 સુધી આવનારા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી

સમુદાયોના લોકોને ગેરકાયદેસર શરણાર્થીઓ નહીં પણ ભારતીય નાગરિક માનવામાં આવશે.

અરજદારે કહ્યું છે કે ધર્મને નાગરિકત્વ આપવા માટેનો આધાર બનાવી શકાતો નથી. તેમણે

નવા કાયદાને બંધારણની વિરુદ્ધ ગણાવ્યા છે.

આ નવા કાયદાનો

દેશભરમાં ઠેક ઠેકાણે વિરોધ થઈ રહ્યો

છે. દિલ્હીમાં જામિયા બાદ મંગળવારે સીલમપુર વિસ્તારમાં હિંસક દેખાવો થયા હતા.

મંગળવારે સુધારેલા નાગરિકત્વ કાયદા અંગેની રાજકીય લડત વધુ તીવ્ર બની જ્યારે વિરોધી પક્ષોએ 'ભેદભાવપૂર્ણ' કાયદા સામે

રાષ્ટ્રપતિને ટકોર કરી, જો કે ગૃહ

પ્રધાન અમિત શાહે કહ્યું કે ‘ચાહે જે થાય’ ત્રણ

પાડોશી દેશોના ગેર મુસ્લિમોને

ભારતીય નાગરિકતા મળશે.

નાગરિકતા કાનૂનમાં સંશોધનના વિરુદ્ધ ઘણા વિપક્ષી દળોએ કોંગ્રેસ અધ્યક્ષ

સોનિયા ગાંધીના નેતૃત્વમાં એકતા બતાવી હતી અને સરકાર પર લોકોની અવાજ દબાવવાનો આરોપ

લગાવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પર

પલટવાર કર્યો અને આરોપ

લગાવ્યો કે કોંગ્રેસના 'મિત્રો' જૂઠ ફેલાવી રહ્યા છે

અને મુસ્લિમોમાં ડર પેદા કરી રહ્યા છે. નાગરિકત્વ કાયદાના વિરોધ વચ્ચે મોદીએ

ઝારખંડની ચૂંટણી રેલીમાં વિપક્ષને પડકાર ફેંક્યો હતો કે તેઓ જાહેર કરે કે તે તમામ પાકિસ્તાનીઓને ભારતીય નાગરિકતા પ્રદાન કરશે.

Tags:    

Similar News