વડોદરા : આરોગ્ય વિભાગના કર્મચારીઓએ સુરક્ષા કીટના કપડા જાહેરમાં નાંખી દીધાં

Update: 2020-04-02 11:27 GMT

વડોદરામાં કોરોના વાયરસથી પીડીત દર્દીના અંતિમ સંસ્કાર માટે આવેલા આરોગ્ય કર્મચારીઓએ તેમની સુરક્ષા કીટ જાહેરમાં નાંખી દેતા કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વધી ગયો છે.

વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી મૃત્યુ પામેલા પહેલા દર્દીના મૃત્યુ બાદ અંતિમક્રિયા કરવા પહોંચેલા હોસ્પિટલના કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. સલામતી માટે કર્મચારીઓ પહેરેલી સુરક્ષા કીટના કપડા સ્મશાનમાં જ ફેંકીને જતા રહ્યા હતાં. આ કપડાનો યોગ્ય નિકાલ કરવા કરવાને બદલે ખુલ્લામા કપડા નાખી દેવાતા સ્મશાનમાં કામ કરતા કર્મચારીઓમાં કોરોના વાઈરસ ફેલાવવાનો ભય છે. આ પ્રકારની ગંભીર બેદરકારીના કારણે કોરોના વાયરસ ફેલાવાનો ખતરો વધી ગયો છે.

બીજી તરફ વડોદરા શહેરની વાત કરવામાં આવે તો કલેકટર શાલીની અગ્રવાલના જણાવ્યા અનુસાર સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 52 વર્ષીય પુરૂષનું કોરોના વાઈરસની બીમારીથી મોત નીપજ્યું છે. વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી આ પ્રથમ મોત થયું છે. મૃતકની પત્ની, પુત્ર, પુત્રવધુ અને દીકરી તમામને કોરોના વાઈરસ પોઝિટિવ છે અને તમામની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી કોરોના વાઈરસના 9 કેસ પોઝિટિવ આવ્યા છે. જે પૈકી એક વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ ઉપરાંત ગોધરાના 78 વર્ષના વૃદ્ધની ખાનગી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી છે.

Similar News