RRvsKKR: યશસ્વી જયસ્વાલે ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી રાજસ્થાનને જીત આપવી

150 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી રાજસ્થાનની યશસ્વી જયસ્વાલે વિસ્ફોટક શરૂઆત કરી હતી. ઇનિંગના પહેલા 2 બોલમાં 2 સિક્સર ફટકાર્યા બાદ તેણે પહેલી ઓવરમાં 26 રન બનાવ્યા હતા.

Update: 2023-05-11 17:24 GMT

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ ચાલુ હતી જેમાં રાજસ્થાનને 150 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેના જવાબમાં રાજસ્થાનના ઓપનર યશસ્વી પહેલી જ ઓવરમાં 26 રન બનાવ્યા બાદ 13 બોલમાં ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. જોસ બટલર ખાતું ખોલાવ્યા વિના રનઆઉટ થયો હતો.

150 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી રાજસ્થાનની યશસ્વી જયસ્વાલે વિસ્ફોટક શરૂઆત કરી હતી. ઇનિંગના પહેલા 2 બોલમાં 2 સિક્સર ફટકાર્યા બાદ તેણે પહેલી ઓવરમાં 26 રન બનાવ્યા હતા. તેણે બીજી અને ત્રીજી ઓવરમાં પણ મોટા શોટ ફટકાર્યા અને માત્ર 13 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. IPLના ઈતિહાસમાં આ સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી છે. તેના પહેલા આ રેકોર્ડ કેએલ રાહુલ અને પેટ કમિન્સના નામે હતો. રાહુલે 2018માં અને કમિન્સે 2022માં 14 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.

Tags:    

Similar News