ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ આજે કેપટાઉનમાં રમાશે

Update: 2024-01-03 03:33 GMT

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી રમાશે. બંને ટીમો વચ્ચેની મેચ કેપટાઉનમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. હાલમાં ભારતીય ટીમ 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી પાછળ છે. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને એક દાવ અને 32 રને હરાવ્યું હતું. જો કે ભારતીય ટીમ શ્રેણીમાં બરાબરી કરવાના ઈરાદા સાથે કેપટાઉનમાં પ્રવેશ કરશે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ શ્રેણી જીતવા માંગશે.

કેપ ટાઉન પિચ તેની ઝડપી ગતિ માટે જાણીતી છે. આ પિચની ઘણી તસવીરો સામે આવી છે. આ તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પિચ પર ઘાસ છોડવામાં આવ્યું છે. એટલે કે ફાસ્ટ બોલરોને મદદ મળશે. સાથે જ બેટ્સમેનો માટે પડકાર પણ વધશે. એવું માનવામાં આવે છે કે ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરી શકે છે. નવો બોલ શરૂઆતની ઓવરોમાં ઝડપી બોલરોને મદદ કરશે.

ભારતની સંભવિત પ્લેઈંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમાર.

સાઉથ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ 11

ટોની ડી જોર્ઝી, ડીન એલ્ગર (કેપ્ટન), એડન માર્કરામ, કીગન પીટરસન, ડેવિડ બેડિંઘમ, વિયાન મુલ્ડર, કાયલ વેરિન, માર્કો જેન્સેન, કગીસો રબાડા, ગેરાલ્ડ કોએત્ઝી, નાન્દ્રે બર્ગર.

Tags:    

Similar News