ઇન્ટર્ન તબીબોની હડતાળ લાવી રંગ, સરકારે સ્ટાઇપેન્ડમાં 5 હજાર રૂપિયાનો કર્યો વધારો

Update: 2020-12-19 13:09 GMT

ગુજરાતમાં સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે હડતાળ પર ઉતરેલા તબીબોની મહેનત આખરે રંગ લાવી છે. રાજયના રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે તેમની માંગણીઓનો ઉકેલ લાવવાની ખાતરી આપતાં ઈન્ટર્ન ડૉક્ટરોએ હડતાળ સમેટી લીધી હતી. શનિવારે  ફરીવાર નીતિન પટેલે ઈન્ટર્ન ડૉક્ટરો સાથે બેઠક કરી હતી. જેમાં આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ જોડાયાં હતાં. આ બેઠકમાં નીતિન પટેલે ઈન્ટર્ન ડૉક્ટરોને જે 12 હજાર 800 રૂપિયા સ્ટાઈપેન્ડમાં ચાલુ વર્ષ માટે 5200 રૂપિયાનો વધારો કરીને હવે 18 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ ઈન્ટર્ન ડૉક્ટરોએ સરકારના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકારના નિર્ણયથી અમને સન્માન મળ્યું છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે આજે ઈન્ટર્ન ડૉક્ટરો સાથે અગ્ર સચિવ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં અમે બેઠક કરી હતી. જેમાં તેમની કામગીરીનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. બાદમાં સરકારે નિર્ણય કર્યો હતો કે ઈન્ટર્ન્સને જે સ્ટાઈપેન્ડ મળે છે તે યથાવત રહેશે તે ઉપરાંત એપ્રિલ મહિનાથી શરુ કરીને ફેબૃઆરી મહિનાની આખર સુધી તમામ ડૉક્ટરોની ઈન્ટર્નશીપની સમય મર્યાદા પુરી થાય છે. ત્યાં સુધી તેઓ હોસ્પિટલોની કામગીરીમાં સંકળાયેલા રહેવાના છે. જેથી તેમની લાગણીને માન આપીને રાજ્ય સરકારે દર મહિને વધારાનું પાંચ હજાર રૂપિયાનું સ્ટાઈપેન્ડ પ્રોત્સાહક રકમ તરીકે આપવામાં આવશે.

Tags:    

Similar News