સુરતના
વરાછા વિસ્તારમાં આવેલાં હીરાબાગ ખાતે આવેલી ડેઝલ કંપનીમાંથી એક કરોડ રૂપિયાના
સોનાની ચોરીની ઘટના સામે આવી છે.
સુરતના વરાછા રોડ પર આવેલી
લક્ષ્મી હોટેલની પાછળ ચાલતી ડેઝલ નામની સોનાના દાગીના બનાવતી કંપનીમાંથી એક
કરોડ રૂપિયાથી વધુની કિમંતના સોનાના ભુકકાની ચોરી થતાં ચકચાર મચી છે. કંપનીમાં
હિરા ઉપરાંત સોનાના દાગીના બનાવવામાં આવે છે. કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં
કેટલાક તસ્કરો દેખાય રહયાં છે. જેમાં કંપનીનો કર્મચારી કે પુર્વ કર્મચારી હોવાની
આશંકા સેવાઇ રહી છે. તસ્કરો એક કરોડથી વધારેની કિમંતનો 18 કેરેટનો સોનાનો પાવડર ચોરી ફરાર થઇ ગયાં છે. હાલ તો
પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.