સુરતઃ 3 વર્ષની બાળકીનું અપહરણ, 3 કલાક બાદ રેલવે ટ્રેક પાસેથી બેભાન હાલતમાં મળી

Update: 2018-09-19 06:53 GMT

અપહરણ કર્તાને ઝડપી પાડવા ઉધના પોલીસે સ્ક્રેચ તૈયાર કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ઉધના વિસ્તારમાંથી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ થયુ હતું. અપહરણ થયાના 3 કલાક બાદ જ બાળકી બેભાન હાલતમાં ગોવિંદનગર પાસેના રેલવે ટ્રેક પાસેથી મળી આવી હતી. ઉધના પોલીસે ગુનો નોંધી અપહણ કરનારનો સ્ક્રેચ તૈયાર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ઉધના વિસ્તારમાં ચોરી, લૂંટફાટ, મોબાઈલ ચોરી, અપહરણના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ગુનેગારો દ્વારા ગુનો કરી જાણે પોલીસને પકડાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ઉધના વિસ્તારમાં 3 વર્ષની બાળકી ઘરના આંગણામાં રમી રહી હતી. તે સમય દરમિયાન કોઈ અપહરણ કર્તા દ્વારા બાળકીનું અપહરણ થયું હતું. પરિવાર દ્વારા બાળકીની શોધખળ શરૂ કરી હતી. જે બાળકી અપહરણ થયાના 3 કલાક બાદ લિબાયત ગોવિંદ નગર પાસેના રેલવે ટ્રેક પાસેથી મળી આવી હતી. બાળકીના ગળા પર ઈજાના નિશાન સાથે બેભાન હાલતમાં મળી હતી. બાળકી મળી આવતા પરિવારે હાંશકારો અનુભવ્યો હતો. આ બનાવ અંગે પરિવારજનોએ ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. ઉધના પોલીસે અપહરણ કર્તાનો સ્ક્રેચ તૈયાર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Similar News