સુરત : લિંબાયત વિસ્તારમાં ટોળાનો પથ્થરમારો, પોલીસકર્મી ઘવાયો

Update: 2020-01-29 07:03 GMT

દેશમાં અમલી

બનેલાં CAAના વિરોધમાં

બુધવારના રોજ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં સુરતમાં બંધ દરમિયાન

લિંબાયત વિસ્તારમાં આવેલી મદીના મસ્જિદ પાસે ટોળાએ પોલીસ પર હુમલો કરી પથ્થરમારો

કરતાં એક પોલીસ કર્મી ઘવાયો હતો. ઘટના બાદ સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી

દેવાયો છે.

CAAના વિરોધમાં

બુધવારના રોજ ગુજરાત બંધ એલાન આપવામાં આવ્યું હતું. સુરતના લિંબાયત વિસ્તારમાં

લોકો વિરોધ પ્રદર્શન દરમિયાન રસ્તાઓ પર ઉતરી આવ્યાં હતાં. આજ વિસ્તારમાં આવેલી

મદીના મસ્જિદ પાસે ટોળાએ પોલીસ ટીમ પર પ્થથરમારો શરૂ કરી દેતાં દોડધામ મચી ગઇ હતી.

લોકોના ટોળામાં ભળી ગયેલાં અસામાજીક તત્વોએ કરેલાં પથ્થરમારામાં એક પોલીસ

કર્મચારીને ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતા કમિશ્નર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ

સ્થળ પર દોડી ગયાં હતાં. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારને પોલીસ

છાવણીમાં ફેરવી દેવાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર હાલ પરિસ્થિતિ સંપુર્ણ

નિયંત્રણમાં છે અને લોકોને અફવાઓથી દુર રહેવા અપીલ કરવામાં આવી છે.

Tags:    

Similar News