સુરત : અડાજણમાં સર્વિસ સ્ટેશનમાં લાગી આગ, ફાયર ફાયટરે આગ પર મેળવ્યો કાબૂ

Update: 2020-05-30 12:09 GMT

સુરતના અડાજણમાં કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગવાની ઘટના બની હતી બનાવની જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી.

સુરતના અડાજણ વિસ્તારમાં કારના સર્વિસ સ્ટેશનના અન્ડર ગ્રાઉન્ડમાં આગ લાગવાની ઘટના બની હતી. આગને પગલે ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર કર્મીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. ફાયર અધિકારીઓએ અંડર ગ્રાઉંડમાં જવા ઓક્સિજન માસ્ક પહેરવા પડ્યા હતા. આગ કયા કારણસર લાગી તેનું કારણ જાણી શકાયું નથી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

Similar News