સુરત : હિજરત કરતાં લોકોની વ્હારે આવ્યા સેવાભાવી બિલ્ડર, રહેવા માટે આપી 150 મકાનોની રેસીડેન્સી

Update: 2020-04-01 10:49 GMT

દેશભરમાં 21 દિવસના લોકડાઉનની પરિસ્થિતિમાં જ્યારે પરપ્રાંતીય અને શ્રમિક વર્ગ મોટી સંખ્યામાં પોતાના વતન તરફ હિજરત કરી રહ્યા છે, ત્યારે હિજરત કરતાં તમામ લોકોની સેવા માટે સુરતના એક સેવાભાવી બિલ્ડર સામે આવ્યા છે.

સુરત જીલ્લાના કોસંબાના એક સેવાભાવી બિલ્ડરે મોટી જાહેરાત કરતા જાનવ્યું હતુ કે, કોસંબા ખાતે આવેલી પોતાની એક નવીજ બનાવેલી રેસીડેન્સીમાં હિજરત કરતા તમામ લોકોને નિઃશુલ્ક રાખવામાં આવશે, ત્યારે હાલ આ રેસીડેન્સીમાં 150 જેટલા મકાનો તૈયાર છે, જ્યાં આવીને કોઈ પણ રહી શકે છે. જનજીવન સામાન્ય ન થાય ઉપરાંત તમામ લોકો ફરીથી રોજીરોટી કમાવવાનું શરુ ન કરે ત્યાં સુધી જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પૂરી પાડવાની પણ જાહેરાત કરવામાં આવી છે, ત્યારે રેસીડેન્સીમાં રહેતા ઉત્તર પ્રદેશના યુવાનોએ બિલ્ડરનો આભાર માન્યો હતો.

Similar News