સુરત : પનાસ ખાતે ખેડૂતો દ્વારા કરવામાં આવશે ગુણવત્તાયુક્ત કેરીનું સીધું વેચાણ

Update: 2020-05-31 07:06 GMT

સુરતવાસીઓને ગુણવત્તાયુક્ત તાજી કેરી મળી રહે તે માટે ખેડૂતો દ્વારા ગ્રાહકોને સીધા વેચાણની વ્યવસ્થા કરવામાં આવી છે શહેરના પનાસ ખાતે ખેડૂતો દ્વારા કેરીનું સીધું વેચાણ કરાશે

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત તથા ખેતીવાડી ખાતુ, બાગાયત ખાતુ, નાયબ ખેતી નિયામક કચેરી તેમજ આત્મા વિભાગ, સુરત દ્વારા સુરત શહેરની જનતાને ગુણવત્તાયુક્ત તાજી કેરી મળી રહે અને ગ્રાહકોને સીધું જ ખેડૂતો દ્વારા વેચાણ થઈ શકે તેવી અલાયદી વ્યવસ્થા પનાસ બી.આર.ટી.એસ. જંકશન સામે, ખેતીવાડી ફાર્મ ખાતે કરવામાં આવી છે

જેમાં કોઈ પણ વચેટિયા વિના કેરી વિક્રેતા ખેડૂતો દ્વારા ગ્રાહકોને કેરીનું સીધું વેચાણ કરવામાં આવશે. જેથી શહેરીજનોને આ વ્યવસ્થાનો લાભ લેવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક દ્વારા જણાવાયું છે. કેરી ખરીદવા આવતાં ગ્રાહકો તેમજ વેચાણકર્તા ખેડૂતોએ પ્રવર્તમાન કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક પહેરવું વગેરે નિયમોનું પાલન કરવાનું રહેશે.

Tags:    

Similar News