સુરત : સરકુઇ ગામ નજીકથી વન વિભાગે સાગી લાકડાનો જથ્થો ઝડપ્યો, આરોપી થયો ફરાર

Update: 2020-05-27 11:57 GMT

સુરત જિલ્લાના માંડવી તાલુકાના સરકુઇ ગામ નજીકથી વન વિભાગે લાખોની કિંમતના સાગી લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, માંડવી તાલુકાના સરકુઇ ગામ નજીકથી ગેરકાયદેસર રીતે કારમાં લઈ જવાતો સાગી લાકડાનો જથ્થો વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. બાતમીના આધારે વન વિભાગના અધિકારીઓએ વોચ ગોઠવી હતી, ત્યારે કાર ચાલક વન વિભાગના અધિકારીઓને દૂરથી જોતા જ તે સ્થળ ઉપર કાર મૂકી ફરાર થઈ ગયો હતો.

વન વિભાગ દ્વારા 12 નંગ સાગી લાકડા તેમજ કાર મળી કુલ કિંમત રૂપિયા 1.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, ત્યારે હાલ તો ગેરકાયદેસર રીતે સાગી લાકડાનો જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવામાં આવતો હતો ઉપરાંત ફરાર થયેલ કાર ચાલકની વન વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Tags:    

Similar News