સુરત : લિંબાયતના રેડ ઝોન વિસ્તારમાં પોલીસે કર્યું ફૂટ પેટ્રોલિંગ, જાણો લોકોને આપી કઈ માહિતી..!

Update: 2020-05-21 11:43 GMT

સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લીંબાયત વિસ્તાર રેડ ઝોનમાં આવતો હોવાથી અહીના લોકો ભારે અસમંજસમાં મુકાઇ ગયા છે.

સુરતના લિંબાયત ઝોનમાં કોરોના પોઝિટિવના સૌથી વધુ કેસ નોંધાયા છે, ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સી.આર.એફ. અને આર.એ.એફ. સહિતના અધિકારીઓએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન-4માં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ તે છૂટ માત્ર નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં આપવામાં આવી છે, ત્યારે લીંબાયત વિસ્તાર રેડ ઝોનમાં આવતો હોવાથી અહીના લોકો અસમંજસમાં આવી પોતાના વેપાર ધંધા માટે દુકાનો શરૂ ન કરે તે માટે પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

Similar News