સુરત : કોરોનાગ્રસ્ત દર્દીઓને તાલુકામાં જ સારવાર મળી રહે તે માટે ઓલપાડમાં કોવિડ કેર સેન્ટર ઊભું કરાશે

Update: 2020-07-14 06:37 GMT

સુરત જિલ્લાના દિવસેને દિવસે કોરાના વાયરસનો પગપેસારો વધી જતાં કોરાનાના પોઝિટિવ કેસમાં આંકડામાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે ઓલપાડ તાલુકામાં કોરોનાગ્રસ્ત દર્દીઓને તાલુકામાં જ સારવાર મળી રહે તે માટે કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવે તેવી છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકોએ વિસ્તારના ધારાસભ્ય અને આરોગ્ય વિભાગ પાસે માંગ કરી હતી.

ઓલપાડ તાલુકાના સ્થાનિક લોકોની માંગ અને વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. જેમાં ઓલપાડ તાલુકામાં આવેલી સરકારી કુમાર છાત્રાલયમાં યુદ્ધના ધોરણે 75 બેડનું આઈસોલેશન સેન્ટર ઉભું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે સરકારી કુમાર છાત્રાલયમાં બનતા 75 બેડના આઈસોલેશન સેન્ટરની મુલાકાતે વિસ્તારના ધારાસભ્ય મુકેશ પટેલ આવી પહોંચી સમગ્ર કામગીરીની સમીક્ષા કરી સલાહ-સૂચનો આપ્યા હતા.

Similar News