સુરત: પોલીસની “દરિયાદિલી”, ઉત્તરાયણ નિમિત્તે ભૂખ્યાઓને જમાડયું ભરપેટ ભોજન

Update: 2020-01-14 13:36 GMT

સુરતના લીંબાયત વિસ્તારમાં

લીંબાયત પોલીસ દ્વારા ઉતરાયણ પર્વ નિમિતે રોડ પર વસવાટ કરતા ગરીબ લોકો માટે ભોજનની

વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં લીંબાયત પોલીસ દ્વારા જાતે જ ગરીબોને ભોજન

પીરસવામાં આવ્યું હતું.

સમાજના લોકો પોલીસને એક અલગ નજરથી જુએ છે. પોલીસમાં પણ

માનવતા રહેલી છે અને પોલીસ હમેશા પ્રજાની રક્ષા માટે છે આવું જ એક ઉદાહરણ સુરતની

લીંબાયત પોલીસે રજુ કર્યું છે. ઉતરાયણના પર્વ નિમિતે દાન પુણ્યનું અનેરું મહત્વ

રહેલું છે. કોઈ ભૂખ્યાને જમાડવાથી મોટું કોઈ પુણ્ય નથી ત્યારે લીંબાયત પોલીસ દ્વારા

કે જેઓને એક ટાઈમનું જમવાનું પણ નસીબ નથી થતું તેવા ગરીબ અને શ્રમજીવી લોકો માટે

ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં પી.આઈ. વી.એમ. મકવાણા સહિતના સ્ટાફે જાતે

જ ગરીબોને ભોજન પીરસ્યું હતું અને ગરીબોને ભરપેટ જમાડ્યા હતા. તેઓના કાર્યને લઈને

ચારે તરફ સરાહના કરવામાં આવી રહી છે.

આ અગાઉ લીંબાયત પોલીસના પી.આઈ.

વી.એમ મકવાણાએ ઠંડીમાં ઠુંઠવાતા લોકો માટે ધાબળાનું વિતરણ પણ કર્યું હતું. આમ

સિંઘમની છાપ ધરાવતા પી.આઈ. મકવાણા સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર છે અને લોકો તેઓના આ

કાર્યને બિરદાવી પણ રહ્યા છે.

Tags:    

Similar News