સુરત : જીવન જરૂરીયાતની ચીજવસ્તુ લેવા બજારમાં જામી ભીડ, સોશિયલ ડિસ્ટન્સ માર્ક્સ મુકવામાં આવ્યા

Update: 2020-03-26 10:55 GMT

કોરોના વાયરસને લઈને સમગ્ર ભારતમાં લોકડાઉન છે. પરંતુ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ મળી રહી છે. જેમાં કરીયાણા અને અન્ય દુકાન પર લોકોની ભીડ જામી રહી છે, ત્યારે તંત્ર દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સુચના સાથે અનોખી પહેલ કરવામાં આવી છે.

સુરતમાં કોરોના વાયરસને લઈને લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે સુરતના જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ મળી રહી છે. પરંતુ સુરતીઓ જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ ખરીદવા પડાપડી કરી ભીડ લગાવી રહ્યા છે. ભીડના કારણે પરિસ્થતિ વણસે નહી તે માટે તંત્ર દ્વારા એક અલગ જ પહેલ સાથે પગલા ભર્યા છે. સુરતમાં કરીયાણા, મેડિકલ, દવાખાના અને અન્ય જીવન જરૂરિયાતની દુકાન પર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ખાસ સૂચના આપવામાં આવી છે, ત્યારે સુરતની દુકાનો પર માર્ક્સ મુકવામાં આવ્યા છે. તે માર્ક્સ પર ઉભા રહીને જ લોકોએ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવાની રહેશે. ઉપરાંત તંત્રની ટીમ પણ લોકોની ભીડ એકઠી ન થાય તે માટે કામગીરી કરી રહી છે.

Similar News