સુરત: પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ કરતાં વેપારીની SOG પોલીસે કરી અટકાયત

Update: 2021-03-09 12:12 GMT

સુરત એસ.ઓ.જી પોલીસે અઠવા વિસ્તારમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ કરનાર હોલસેલર વેપારીની ધરપકડ કરી રૂપિયા 54 હજારની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો.

સુરત શહેરના અઠવા વિસ્તારમાં તળાવ પાણીની ભીંત પાસે આવેલ જય અંબે ટોબેકો નામની દુકાનનો ચાલક ખુશાલ ગોપાલદાસ ધમાણી પ્રતિબંધીત ઈ-સિગારેટનું વેચાણ કરતો હોવાની એસઓજી પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા જય અંબે ટોબેકો નામની પ્રતિબંધિત ઈ-સિગારેટના 108 બોક્સ મળી આવ્યા હતા. પોલીસે ઈ-સિગારેટનું વેચાણ કરનાર ખુશાલ ગોપાલદાસ ધમાણી ધરપકડ કરી 54 હજારનો મુદ્દા માલ કબજે કરી તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News