સુરત : ચાંદની પડવા પહેલાં મિઠાઇની દુકાનોમાં મનપાની ટીમોની તપાસ

Update: 2020-10-29 12:08 GMT

આગામી દિવસોમાં ચાંદનીપર્વના દિવસે લોકો કરોડો રૂપિયાની માવાઘારી આરોગી જશે ત્યારે બજારમાં વેચાતી માવાઘારી ખાવા યોગ્ય છે કે કેમ તેની તપાસ માટે સુરતમાં મનપાના આરોગ્ય વિભાગે વિવિધ દુકાનોમાંથી નમુના લઇ તપાસ માટે મોકલ્યાં છે.

સુરતમાં શહેરીજનોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખી ચાંદની પડવાના પર્વ પહેલા આરોગ્ય વિભાગએ શહેરમાં જુદી જુદી મીઠાઈની દુકાનમાં તપાસ હાથ કરી છે આરોગ્ય વિભાગે માવા ઘારી ના વિવિધ સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યાં છે. તહેવારોને લઈ સુરતમાં અનેક મીઠાઈની દુકાનોમાં ઘારી બનાવવાનુ અને વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

તહેવારોમાં ઘારી બિનઆરોગ્યપ્રદ હોય તેની ચકાસણી મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ કરી રહ્યું છે આરોગ્ય વિભાગે આજે ઘારી નું વેચાણ કરતી જુદી જુદી મીઠાઈની દુકાનોમાંથી ઘારીના સેમ્પલ લીધા છે. આ સેમ્પલને ચકાસણી માટે ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે 14 દિવસ બાદ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે

Tags:    

Similar News