સુરત તાપી નદી બે કાંઠે,વિયરકમ કોઝવે બંધ કરી દેવામાં આવ્યો

Update: 2019-08-10 09:17 GMT

ઉકાઈ ડેમના ઉપરવાસ માંથી સતત પાણી ની આવક ને લઈ ને ડેમની સપાટીમાં ઉતરો ઉત્તર વધારો થઈ રહીયો છે ઉકાઈ ડેમ ની સપાટી 334.24 ફૂટ ને પર પહોંચી છે. ડેમમાં પાણી ની આવક 5,18,000 ક્યુસેક ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 1,85,521 ક્યુસેક પાણી છોડવામાં આવી રહયું છે ડેમના 13 ગેટ 8.5 ફૂટ ખોલવામાં આવ્યા છે.

ડેમનું રુલ લેવલ 335 ફૂટ છે તકેદારીના ભાગ રૂપે તાપી નદી કિનારેના અને નીચાણવાળા વિસ્તારો ને એલર્ટ કરવામાં આવ્યું છે.બીજી બાજુ ઉકાઈમાંથી પાણી છોડતા તાપી નદીનું જળસ્તર વધતા મહાનગરપાલિકા દ્વારા ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા છે હાલ ઉકાઈ ડેમની સપાટી 334.49 ફુટે પહોંચી છે ડેમમાં પાણીની આવક 544549 ક્યુસેક પહોંચતા ડેમમાંથી 186887 ક્યુસેક પાણી છોડવામાં આવી

રહ્યું છે.

સુરતના રાંદેર,કતારગામ,ચોક ને જોડતો વિયરકમ કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે. કોઝવે ઓલ ફૂલ થઈ જતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉકાઈ ડેમની વધી રહેલી સપાટીને લઈને જીલ્લા કલેકટર ડો.ધવલ પટેલે વોઈસ મેસેજ જાહેર કરી લોકોને ખોટી અફવા ન ફેલાવવા તેમજ તાપી નદીના કાંઠે ન જવા અપીલ કરી છે.

Tags:    

Similar News